Sign up to save your library
With an OverDrive account, you can save your favorite libraries for at-a-glance information about availability. Find out more about OverDrive accounts.
Find this title in Libby, the library reading app by OverDrive.

Search for a digital library with this title
Title found at these libraries:
Library Name | Distance |
---|---|
Loading... |
About the book:
સમગ્ર માનવ ઇતિહાસમાં ઘુવડ વિવિધ રીતે ભય, જ્ઞાન, શાણપણ, મૃત્યુ અને આધ્યાત્મિક વિશ્વમાં ધાર્મિક માન્યતાઓને પ્રતીક કરે છે. મોટાભાગની પશ્ચિમી સંસ્કૃતિઓમાં ઘુવડના મંતવ્યો સમય સાથે ધરમૂળથી બદલાયા છે. આ પુસ્તક પક્ષીવિજ્ઞાન અને વન્યજીવન જીવવિજ્ઞાનના ક્ષેત્રમાં વિશ્વના જાણીતા પક્ષીવિદો, સંશોધકો, વૈજ્ઞાનિકો, અને પક્ષીનિરીક્ષકો દ્વારા પ્રકાશિત અધિકૃત અને પ્રમાણભૂત સાહિત્યનું વ્યવસ્થિત સંકલન છે. ડૉ. હિરેન બી. સોનીના અંગત અવલોકનો અને ગુજરાતના જંગલી ભૂપ્રદેશમાં આદરેલાં પ્રકાશિત સંશોધન કાર્યને પણ આ પુસ્તકમાં આવરી લેવામાં આવ્યું છે, જે તેમના પક્ષીવિજ્ઞાની અને વન્યજીવ જીવવિજ્ઞાની તરીકે ૨૪ વર્ષના સંશોધનકાળ દરમિયાન સાંભળેલ, જોયેલ, લખેલ તેમજ અનુભવેલ છે. આ પુસ્તક સંશોધકો, વૈજ્ઞાનિકો, અને પક્ષી સંરક્ષણવાદીઓ માટે ચોક્કસપણે એક તૈયાર સંદર્ભ સામગ્રી અને હાથવગી અભ્યાસ માર્ગદર્શિકા બની રહેશે.
About the author:
ડૉ. હિરેન બી. સોની ૨૪ વર્ષનું સંશોધન અને ૧૬ વર્ષનો શૈક્ષણિક અનુભવ ધરાવે છે. લેખકના કાર્યક્ષેત્રો સજીવોનું વર્ગીકરણ, પ્રાણીવિજ્ઞાન (અપૃષ્ઠવંશી અને કરોડઅસ્થિધારી પ્રાણીઓ), પક્ષીવિજ્ઞાન, વન્યજીવ વિજ્ઞાન, ક્ષેત્ર જીવવિજ્ઞાન (જૈવવિવિધતા અને સંરક્ષણ), પર્યાવરણીય અસરોનું મૂલ્યાંકન, અને જલપ્લાવિત વિજ્ઞાન (જૈવવિવિધતા, ઇકોલોજી, રિસ્ટોરેશન, મેનેજમેન્ટ) છે. તેમને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સંશોધન અહેવાલો, સંશોધન પત્રો, વૈજ્ઞાનિક લેખો, લોકપ્રિય પ્રકાશનો, પુસ્તક પ્રકરણો અને પુસ્તકો સહિત ૧૫૦ થી પણ વધુ પ્રકાશનોનો શ્રેય આપવામાં આવેલો છે. વધુમાં, ડૉ. હિરેન બી. સોની સ્વૈચ્છિક ધોરણે એસોસિયેટ એડિટર, પબ્લોન્સ એકેડમી (યુકે) ના પ્રમાણિત સમીક્ષક, ડેપ્યુટી એડિટર, એડિટોરિયલ એડવાઈઝરી બોર્ડ મેમ્બર, એડિટોરિયલ બુક રિવ્યુઅર, એડિટર-ઈન-ચાર્જ, મેનેજિંગ એડિટર, મેન્યુસ્ક્રિપ્ટ એડિટર, તેમજ પેનલ રિવ્યુઅર તરીકે પણ માનદ સેવાઓ આપી રહ્યા છે. આ ઉપરાંત, ડૉ. હિરેન બી. સોની આંતરરાષ્ટ્રીય પ્રકાશન ગૃહો જેવાં કે સ્પ્રિંગર, એલ્સેવિયર, ટેલર અને ફ્રાન્સિસ, નેચર પબ્લિશિંગ ગ્રુપ, નેચર જર્નલ (પર્યાવરણ અને ઇકોલોજી), સાયન્ટિફિક ડેટા જર્નલ (ઇકોલોજી, પર્યાવરણ, જૈવવિવિધતા, સંરક્ષણ) અને નેચર કોમ્યુનિકેશન્સ (પર્યાવરણ)માં પણ એક વરિષ્ઠ સંપાદક અને સમીક્ષક તરીકે જોડાયેલા છે. ડો. હિરેન બી. સોની હેનેલ ઈન્ટરનેશનલ, ઝિમ્બાબ્વે (દક્ષિણ આફ્રિકા)માં સલાહકાર સભ્ય (પર્યાવરણ) તરીકે પણ સ્વૈચ્છિક સેવાઓ આપી રહ્યા છે.