શિક્ષણમાં સફળતાની ચાવી

ebook શિક્ષણમાં વિશ્વ રેકોર્ડ ધરાવતા લેખક દ્વારા કોઈ પણ ઉંમરે શિક્ષણમાં ઉત્કૃષ્ટ સફળતા પ્રાપ્ત કરવાની કારગર પદ્ધતિ

By BHANUBHAI PATEL

cover image of શિક્ષણમાં સફળતાની ચાવી

Sign up to save your library

With an OverDrive account, you can save your favorite libraries for at-a-glance information about availability. Find out more about OverDrive accounts.

   Not today
Libby_app_icon.svg

Find this title in Libby, the library reading app by OverDrive.

app-store-button-en.svg play-store-badge-en.svg
LibbyDevices.png

Search for a digital library with this title

Title found at these libraries:

Loading...

તમે જેલના અતિ પ્રતિકૂળ વાતાવરણમાં શિક્ષણના ક્ષેત્રમાં વિશ્વરેકોર્ડ વિશે સાંભળ્યું અથવા વાંચ્યું છે ? કદાચ તમારો જવાબ 'ના'માં હશે. મારે એ સ્વીકારવું જ જોઈએ કે, હું ભાગયશાળી હતો કે જેલમાં અને જેલની બહાર આવી સિદ્ધિ હું હાંસલ કરી શક્યો. હું મારી સિદ્ધિ કે જે જેલમાં શિક્ષણના ક્ષેત્રમાં એક વિશ્વરેકોર્ડ બની ગઈ તેનાં તમામ પાસાંઓ અને રહસ્યોને તમારી સાથે વહેંચવા માટે ખૂબ જ ઉત્સુક છું.

"પ્રતિકૂળતા કેટલાક માણસોને તોડી નાખે છે; તો કેટલાક પ્રતિકૂળતામાં રેકોર્ડ તોડે છે" આ ઉક્તિ પ્રખ્યાત મેક્સિમ લેખક 'વિલિયમ આર્થર વાર્ડ'ની છે જે મારી સિદ્ધિ દ્વારા યોગ્ય સાબિત થઈ છે; કારણકે, મેં આ સિદ્ધિ અતિપ્રતિકૂળ અને ઉદાસીન એવાં જેલના વાતાવરણમાં પ્રાપ્ત કરી છે. લક્ષ્ય ખૂબ અઘરું અને મુશ્કેલ હતું; કારણ કે, શિક્ષણ અને જેલ પ્રકૃતિમાં ખૂબ વિરોધાભાસી અને અસંગત છે. સામાન્ય રીતે, જેલના વાતાવરણમાં અભ્યાસ કરવો ખૂબ જ મુશ્કેલ કાર્ય છે. આ પ્રવાહની વિરુદ્ધ દિશામાં તરવા જેવું છે.

જેલનું વાતાવરણ કેવું હોઈ શકે ? તેનો પણ મેં ઘટસ્ફોટ અહીં કર્યો છે. બહારથી ફક્ત તેના વિશે અનુમાન કે ધારણા લગાવી શકાય છે. જેલમાં મોટાભાગના બંદીવાનો નકારાત્મક પરિબળો જેવાં કે ચિંતા, હતાશા, ભય, નિરાશા, ક્રોધ, બદલાની ભાવના વગેરેથી પીડાતા હોય છે. કેટલીકવાર તેઓ માનસિક સ્થિરતા અને માનસિક સંતુલન ગુમાવતા હોય છે. જેલવાસ બંદીવાનના જીવનને જેલમાં અને જેલમાંથી છૂટકારો થયા બાદ જેલની બહાર પણ મુશ્કેલ બનાવે છે. આ પ્રકારના જેલના નકારાત્મક વાતાવરણમાં અભ્યાસ જેવી ઉમદા અને પવિત્ર પ્રવૃત્તિ કરવી કે જેમાં મનની વિશિષ્ટ ભૂમિકા હોય છે એના માટે માનસિક શાંતિ, માનસિક સંતુલન અને આસપાસ હકારાત્મક વાતાવરણનું વર્તુળ રચવું ઘણું અઘરું કાર્ય છે. પચાસ વર્ષની ઉંમરે, મેં જેલના પ્રતિકૂળ અને નકારાત્મક વાતાવરણ વચ્ચે જીવનમાં ફરીથી અભ્યાસ કરવાનું શરૂ કર્યું.

મારા અભ્યાસનું સ્થળ (જેલ) અને મારી ઉંમર (૫૦ )બંને અભ્યાસની પ્રવૃત્તિઓ સાથે મેળ ખાતી ન હોવા છતાં, મેં જેલના આ પ્રતિકૂળ વાતાવરણમાં ૩૧ શૈક્ષણિક અભ્યાસક્રમો પૂર્ણ કર્યા, સાથે સાથે જેલમાં આવેલા અભ્યાસકેન્દ્રોનું સંચાલન કરવાની ફરજ બજાવી અને શિક્ષણમાં એક વિશ્વવિક્રમ સ્થાપ્યો. આ મારી અદ્વિતીય, અજોડ સિદ્ધિ અને મેં તે કેવી રીતે હાંસલ કરી, તે વિશેનો મારો અનહદ આનંદ, સંતોષ અને રહસ્યને તમારી સાથે વહેંચવાની ઉત્કૃષ્ટ ઇચ્છા સાથે આ પુસ્તક લખ્યું છે. જેલમાંથી મુક્ત થયા પછી મેં, ગુજરાત સરકાર દ્વારા સ્થાપિત ડૉ. બાબાસાહેબ આંબેડકર મુક્ત વિશ્વવિદ્યાલયમાં પૂર્ણ સમયની નોકરીની સાથે મારો અભ્યાસ ચાલુ રાખ્યો અને બીજા ૨૩ શૈક્ષણિક અભ્યાસક્રમો પૂર્ણ કરી મારા કુલ શૈક્ષણિક અભ્યાસક્રમોનો આંક ૫૪ સુધી લઈ જવામાં સફળ રહ્યો. મેં આ બધા અભ્યાસક્રમો સારા ગ્રેડ સાથે અને ફક્ત ૧૨ વર્ષમાં પૂર્ણ કર્યા. બંદીવાન બનવું એ નિયતિ છે; પરંતુ, બંદીવાન બની શિક્ષણમાં વિશ્વરેકોર્ડ સ્થાપિત કરવો એ દૃઢ મનોબળ, આત્મવિશ્વાસ અને આંતરિક શક્તિથી પોતાના વ્યક્તિત્વને ઘડવાની ક્ષમતાનો પરિચય છે.

હકીકતમાં, આ પુસ્તક મારા જેલના અનુભવ પર અને મારા જેલ જીવન પર આધારિત છે. મારા જેલના અનુભવમાં, શિક્ષણ કેન્દ્ર સ્થાને રહ્યું. મારા વાચકોને મેં આ અજોડ ઉપલબ્ધિ કેવી રીતે પ્રાપ્ત કરી તે જણાવતો સંદેશ પહોંચાડવા માટે આ પુસ્તકનું માધ્યમ પસંદ કર્યું છે. મને આશા છે કે, મારા જીવનમાં બનેલ આ ઘટનાનું બયાન તમને પ્રેરણારૂપ સાબિત થશે અને તમને ગમે તેવી વિપરીત પરિસ્થિતિ કે સંજોગોમાં પણ તમારી અજોડ, અકલ્પનીય સિદ્ધિઓને પ્રાપ્ત કરવા અને જીવનના ઉચ્ચ શિખરો સર કરવા જોમ અને જુસ્સા સાથે પ્રોત્સાહિત કરશે.

શુભેચ્છા સહ,

ભાનુભાઈ પટેલ

શિક્ષણમાં સફળતાની ચાવી