Sign up to save your library
With an OverDrive account, you can save your favorite libraries for at-a-glance information about availability. Find out more about OverDrive accounts.
Find this title in Libby, the library reading app by OverDrive.

Search for a digital library with this title
Title found at these libraries:
Library Name | Distance |
---|---|
Loading... |
અગિયાર મિનિટ 'એ બ્રાઝીલીયન બેસ્ટ સેલિંગ લેખક પાઉલો કોએલ્હોની માસ્ટરપીસ છે. આ નવલકથા રિયામાં રહેતી મારિયા નામની સ્ત્રીના કાલ્પનિક હિસાબ પર આધારિત છે.
મારીયા એક રૂપજીવિની હતી. મુગ્ધાવસ્થાના પડાવે દરેક કિશોરીનાં સ્વપ્નાં હોય છે તેમ મારીયાના પણ પોતાનાં સ્વપ્નાં હતાં. આવા સ્વપ્ન સાથે ખેલતી-કુદતી કિશોરી અગિયાર વર્ષે સ્કુલમાં ચુંબનનો અનુભવ કરે છે. પોતના અનુભવોની નોંધ રોજિંદી ડાયરીમાં ટપકાવતી જાય છે. વર્ષો વિતતા, મારીયા જીનિવા શહેરમાં આવી પોતાના અસ્તિત્વને ટકાવવા માટે તેણે દેહના સોદા કરવા માંડ્યા. પ્રેમ પામવાના રસ્તો તેને જાતીયસંબંધો તરફ ધકેલી ગયો. પ્રેમને બદલે જાતીયસુખ માટેના પુરૂષ મિત્રો-ગ્રાહકો મળતા રહ્યા. સંભોગ ક્રિયાની 'અગિયાર મિનિટવાળા' ચરમસુખની આસપાસ તેની જિંદગીની રાતો રંગીન બનતી ગઇ, તેનું પર્સ પણ ભરાતું ગયું. છેવટે મુગ્ધાવસ્થામાં કલ્પેલો રાજકુમાર તેને એક ચિત્રકારના રૂપમાં મળ્યો. જે તેને પૈસા આપી તેના દેહને ભોગવવાની ઇચ્છા નહતો રાખતો. પરંતુ તેની અંદર પ્રેમ જગાડવા માંગતો હતો. મારીયા પાસે બે હવે બે વિકલ્પો રહ્યા – દેહવિક્રયના અંધકારમય રસ્તે જવું કે દેહમિલનની સીમાઓથી પર મનના જ નહીં આત્માઓના મિલન સુધી પહોંચવું? શું મારિયા એ સ્થાને પહોંચી શકશે જ્યાં જાતીય સંબંધ પવિત્ર ગણાય છે ? - આ તમામ ઘટનાની રોચક અને હૃદયને ઝંકૃત કરી નાંખે તેવી વ્યથા 'ઇલેવન મિનિટ્સ' પુસ્તકમાં દરેક પાને ટપકાયેલી છે. યુવાપેઢીના વાંચનનો નવો વિકલ્પ બનેલું આ પુસ્તક આજે જ ખરીદો.